હાલ રાજ્યમાં દારૂ વેચવાવાળ બુટલેગરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં તેમની સંપતિ પણ જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આજે મોરબીમાં બુટલેગરોના ઘર પર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી અરુનોદય નગર સર્કલ પાસે કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ 1 કરોડની સરકારી જમીન પર બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.
પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી
મોરબી જિલ્લાના કુખ્યાત બુટલેગર જુસમ જામ અને વલી મહમદ વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ બંન્ને બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના નોંધાયા છે. આજે આ બુટલેગરોના ઘર ઉપર બુલડોઝર ફરી વળ્યું છે. મોરબીના સમાકાંઠા વિસ્તારમાં અરુનોદય નગર સર્કલ પાસે પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.













