અમદાવાદ-તિરૂચિરાપલ્લી અઠવાડિક એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે. માર્ગ પરિવર્તન દરમિયાન આ ટ્રેનને તિરૂત્તણિ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટ્રેનોના રોકાણ, માર્ગ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
પેરમ્બૂર, અરક્કોણમ સ્ટેશનો પર નહીં જાય આ ટ્રેન
•ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરૂચિરાપલ્લી અઠવાડિક એક્સપ્રેસ સ્પેશિયલ 18 ડિસેમ્બર 2025 થી 29 જાન્યુઆરી 2026 સુધી પરિવર્તિત માર્ગ વાયા રેનિગુંટા-અરક્કોણમ નૉર્થ કેબિન-મેલપક્કમ-કાટપાડી-વેલૂર કેન્ટ-વિલ્લુપુરમના રસ્તે ચાલશે.













