ટ્રેન નંબર 04061નું બુકિંગ 14 ડિસેમ્બર 2025થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
ટ્રેન નંબર 04061/4062 સાબરમતી-દિલ્લી સરાય રોહિલ્લા-સાબરમતી સ્પેશિયલ (8 ફેરા)
01-ટ્રેન નંબર 04061 સાબરમતી-દિલ્લી સરાય રોહિલ્લા સ્પેશિયલ 22, 25, 28 અને 31 ડિસેમ્બર 2025 ના રોજ સાબરમતીથી સવારે 05.15 કલાકે ઉપડશે તથા એ જ દિવસે રાત્રે 23.30 કલાકે દિલ્લી સરાય રોહિલ્લા પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 04062 દિલ્લી સરાય રોહિલ્લા-સાબરમતી સ્પેશિયલ 21, 24, 27 અને 30 ડિસેમ્બર 2025 ના રોજ દિલ્લી સરાય રોહિલ્લાથી 08.10 કલાકે ઉપડીને બીજા દિવસે 00.30 કલાકે સાબરમતી પહોંચશે.













