આ સાપ્તાહિક ટાઈમ-ટેબલ્ડ પાર્સલ ટ્રેન દરેક રવિવારે કાંકરિયા (અમદાવાદ)થી પ્રસ્થાન કરીને સંકરૈલ (પશ્ચિમ બંગાળ) સુધી 2074 કિ.મી. નું અંતર ફક્ત 54 કલાક 45 મિનિટમાં પુરૂં કરે છે. આ ટ્રેનના માર્ગમાં આણંદ, ઉધના, ટાટાનગર અને ખડગપુર જેવા મુખ્ય વ્યવસાયિક સ્ટેશન પર નિર્ધારીત રોકાણ ઉપલબ્ધ છે, જેનાથી દેશના પશ્ચિમ અને પૂર્વ ભાગો વચ્ચે ઝડપી અને વિશ્વાસપાત્ર માલ લોડિંગ સુનિશ્ચિત થાય છે.
લૉજિસ્ટિક માગને ધ્યાનમાં રાખતા આ સેવા શરૂ કરવામાં આવી છે
આ ટ્રેનમાં 20 પાર્સલ વેન (VP) છે જેમની પ્રત્યેક વેન ક્ષમતા 23 ટન છે. સિંગલ વેન (23 ટન) નું બુકિંગ પણ કરાવી શકાય છે. આ ટાઇમ ટેબલ પાર્સલ સર્વિસની શરૂઆત પછી અમદાવાદ મંડળ સતત લોડિંગમાં મુખ્ય યોગદાન આપી રહ્યું છે. 20 પાર્સલ વેનના રેકમાં સરેરાશ 60–70% પાર્સલ સ્પેસનો પ્રભાવક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નવેમ્બર 2025 માં ટાઇમ ટેબલ પાર્સલ સર્વિસની કુલ પાંચ ટ્રિપ સંચાલિત થઈ, જેનાથી રૂ. 0.79 કરોડનું પાર્સલ રેવેન્યુ પ્રાપ્ત થયું. નાના અને મધ્યમ વ્યવસાયોની વધતી લૉજિસ્ટિક માગને ધ્યાનમાં રાખતા આ સેવા શરૂ કરવામાં આવી છે.
લૉજિસ્ટિક્સને પ્રોત્સાહન આપતાં વ્યવસાયોને વધુ પ્રતિસ્પર્ધી અને સક્ષમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે
આ સેવાએ અત્યાર સુધી 12 સફળ યાત્રાઓ પૂરી કરી છે, જેમાં 1,78,153 પેકેજોનું કુશળ હેન્ડલિંગ કરવામાં આવ્યુ તથા લગભગ 3000 ટન માલનું પરિવહન કરીને કુલ રૂ. 1.66 કરોડનું રેવેન્યુ પ્રાપ્ત કરવામાં આવ્યું. સતત 60% થી વધુ લોડિંગ ઉપલબ્ધ કરાવવું એ વાતનું પ્રમાણ છે કે આ સેવા બજારની જરૂરિયાતોને પૂર્ણરૂપે પૂરી કરી રહી છે. અમદાવાદ મંડળની આ શરૂઆત નાના વેપારીઓ, સ્ટાર્ટઅપ્સ, ઈ-કોમર્સ વિક્રેતાઓ અને સ્થાનિક ઉદ્યોગો માટે એક પ્રભાવી, ઝડપી અને ભરોસાપાત્ર પરિવહન સુવિધા રૂપે પ્રસ્તુત થઈ રહી છે. મંડળ આગળ પણ સમય-સંવેદિત લૉજિસ્ટિક્સને પ્રોત્સાહન આપતાં વ્યવસાયોને વધુ પ્રતિસ્પર્ધી અને સક્ષમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
આ ઝડપી, કિફાયતી અને સમયબદ્ધ સેવા નાના વ્યવસાયોને નીચેં જણાવ્યા મુજબના લાભ આપી રહી છે
•ઝડપી ડિલિવરી : ટાઈમ-ટેબલ્ડ સેવા હોવાને લીધે ઉત્પાદન પૂર્વી ભારતના બજારો સુધી નિશ્ચિત સમયમાં પહોંચી રહ્યા છે.
•ઓછા ખર્ચમાં માલ લોડિંગ : રોડ પરિવહનની સરખામણીમાં વધુ સુરક્ષિત અને કિફાયતી વિકલ્પ ઉપલબ્ધ થઈ રહ્યું છે.
•વ્યાપક બજાર પહોંચ : આણંદ, ઉધના, ટાટાનગર અને ખડગપુર જેવા મુખ્ય વ્યવસાયિક કેન્દ્રોથી સીધો સંપર્ક ના વેપારીઓને નવા ગ્રાહક અને નવા બજાર ઉપલબ્ધ કરાવી રહ્યો છે.
•તાત્કાલિક સમાધાન અને સુગમ પ્રક્રિયા : અમદાવાદ મંડળ દ્વારા ગ્રાહકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપતાં, સરળ બુકિંગ, ઝડપી પ્રતિક્રિયા અને સુવ્યવસ્થિત પાર્સલ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Railway News : પશ્ચિમ રેલવે દોડાવશે સાબરમતી અને દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ ક્રિસમસ ટ્રેન