રાજકોટ શહેરમાં પરિવહન સેવા પૂરી પાડતી રાજપથ લિમિટેડના એક સિટી બસ ડ્રાઇવરે આત્મહત્યાનો પ્રયાસ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તુળોમાં દોડધામ મચી ગઈ છે. બસ ડ્રાઇવર સાદિક મુરમાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વીડિયો વાયરલ કરી વ્યથા ઠાલવી
આત્મહત્યાનું પગલું ભરતા પહેલા સાદિક મુરમાએ એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, રાજપથ લિમિટેડના સુપરવાઇઝર વિક્રમ ડાંગર તેને અસહ્ય માનસિક ત્રાસ આપી રહ્યા હતા. સુપરવાઇઝરના દબાણ અને કનડગતથી કંટાળીને તે આ અંતિમ પગલું ભરી રહ્યો હોવાનું તેણે જણાવ્યું હતું.
