ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીનો પોકાર શરૂ થયો છે. રાજકોટમાં મહાનગર પાલિકા દ્વારા લોકોને દૂષિત પાણી અપાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પાણી કયા વિસ્તારમાં અપાયું છે તેનાથી ખુદ મનપા જ અજાણ હોવાની વિગતો સામે આવી છે. મનપા દ્વારા ગત એપ્રિલ મહિનામાં પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. આ પાણીના 164 પૈકી 13 સેમ્પલ ટેસ્ટિંગ દરમિયાન ફેલ સાબિત થયાં છે. મનપાએ દૂષિત પાણી આપ્યું તે વિસ્તારોના નામ છૂપાવવાનો પ્રયાસ કર્યો છે.

દૂષિત પાણીનું વિતરણ કર્યું હોવાનો આક્ષેપ

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા 13 જેટલા વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ કર્યું હોવાનો આક્ષેપ થયો છે. બીજી તરફ મનપા દ્વારા કયા વિસ્તારોમાં દૂષિત પાણી અપાયું તે અંગે ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે. પાણી વિતરણ કરવામાં આવ્યું હોય તે વિસ્તારોના નામ છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ગત એપ્રિલ મહિનામાં મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાં 164 પૈકીના 13 સેમ્પલ અનફીટ જાહેર થયા હતાં.

કયા વિસ્તારના સેમ્પલનો રીપોર્ટ અનફીટ આવ્યો

મનપાએ જે વિસ્તારમાંથી સેમ્પલ લીધા હતાં તેમાંથી કયા વિસ્તારના સેમ્પલનો રીપોર્ટ અનફીટ આવ્યો છે તે વિસ્તારોના નામ પણ છૂપાવવાનો પ્રયાસ કરાયો છે. વોટર વર્ક્સ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જો આ સ્થળ જાહેર થશે તો મનપાનો ચહેરો બેનકાબ થશે. અત્યાર સુધી લોકો દૂષિત પાણી પીતા રહ્યાં છે. સેમ્પલ લીધા બાદ પણ પાણી દૂષિત હોવાનો ખુલાસો થયો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે મનપાએ નબળી કામગીરી કરતાં લોકોમાં રોષ ફેલાયો છે.

આ પણ વાંચોઃ Aravalli News: મોડાસામાં રોકડિયા હનુમાનજીનું વર્ષો જૂના મંદિરનું ડિમોલિશન, મોડી રાત્રે લોકોએ હોબાળો કર્યો