રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં નવી મગફળીની મબલખ આવક થઈ રહી હોવા છતાં, ખાદ્ય તેલ બજારમાં સિંગતેલના ભાવમાં અણધાર્યો અને મોટો વધારો નોંધાયો છે. ખાસ કરીને લગ્નની સિઝન અને બારમાસી સિંગતેલ ભરવાની સિઝન વચ્ચે આ ભાવ વધારો ગૃહિણીઓ માટે મોંઘવારીનો આકરો ડામ સાબિત થઈ રહ્યો છે.
ડબ્બા દીઠ ₹210નો ઉછાળો
સૌરાષ્ટ્રના તેલ બજારના અહેવાલ મુજબ, 15 કિલો સિંગતેલના ડબ્બાના ભાવમાં ₹210નો જંગી વધારો ઝીંકાયો છે. જૂનો ભાવ: ₹2415 પ્રતિ 15 કિલો ડબ્બો નવો ભાવ: ₹2625 પ્રતિ 15 કિલો ડબ્બો સિંગતેલના આ કૃત્રિમ ભાવ વધારા પાછળ તેલ મિલરો અને વેપારી લોબી દ્વારા 'તેલમાં તેજીનો ખેલ' ખેલવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, કમોસમી વરસાદના કારણે પીલાણયોગ્ય મગફળીની ગુણવત્તામાં ઘટાડો થવાનું બહાનું આપીને પણ ભાવ વધારો કરવામાં આવે છે.










