રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની મહત્વની બેઠક આજે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના વિકાસને વેગ આપવા માટે બાંધકામ અને સિંચાઈ વિભાગના કરોડો રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે. જોકે, વિકાસકામોની સાથે સાથે જિલ્લા પંચાયત કચેરીના સ્થળાંતરના વિવાદિત મુદ્દે પણ ચર્ચાઓ જાગી હતી.


રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક

કારોબારી બેઠકમાં જિલ્લાના માળખાગત વિકાસ માટે કુલ ₹30.55 કરોડ ના ખર્ચે 51 જેટલા કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં મુખ્યત્વે નીચે મુજબના ખર્ચનો સમાવેશ થાય છે.જિલ્લામાં રસ્તા, મકાન અને સિંચાઈના કામો માટેના વિવિધ ટેન્ડરોને બહાલી આપવામાં આવી છે. પંચાયતના વહીવટી માળખાને મજબૂત કરવા માટેના ખર્ચને મંજૂર કરાયો છે. આ નિર્ણયોથી જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં રસ્તા અને પાણીની સુવિધા વધુ સુદ્રઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

કચેરી સ્થળાંતર મામલે તપાસ અને સવાલો

વિકાસકામોની મંજૂરી વચ્ચે જિલ્લા પંચાયત કચેરીના સ્થળાંતરનો મુદ્દો પણ બેઠકમાં ગાજ્યો હતો. કચેરી સ્થળાંતરમાં થયેલા કથિત કૌભાંડ અંગે તંત્રએ સ્વીકાર તો કર્યો છે, પરંતુ તપાસ માત્ર ચૂકવણા (Payment) પૂરતી જ મર્યાદિત રાખવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી કે, તંત્રએ સ્વીકાર્યું છે કે સ્થળાંતરમાં ગેરરીતિ થઈ છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આ સ્થળાંતરમાં ખરેખર કેટલો ખર્ચ થવો જોઈએ તેનો અંદાજ કેટલો હતો? આ મામલે વિપક્ષ અને સામાન્ય જનતામાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

આ પણ વાંચો: વિક્રમ ઠાકોરની રાજકીય પિચ પર એન્ટ્રીની તૈયારી! ભવાનીધામ સંકલ્પ યાત્રાના મંચ પરથી કરી જાહેરાત

  • Follow us on: