સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનનો ત્રાસ અસહ્ય બન્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ પરિસરમાં શ્વાનની ગણતરી કરવાના આદેશો આપવામાં આવ્યા છે, પરંતુ તંત્ર ગણતરી શરૂ કરે તે પહેલા જ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં શ્વાનના આતંકની પોલ ખુલી ગઈ છે.
વોર્ડથી લઈને કોલેજ સુધી શ્વાન જ શ્વાન
સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો મુજબ, હોસ્પિટલના વિવિધ વોર્ડ, મેડિકલ કોલેજનું પ્રાંગણ અને અન્ય વિભાગોમાં શ્વાન બિન્દાસ રીતે આંટાફેરા કરી રહ્યા છે. એક કે બે નહીં, પરંતુ ચાર-ચાર શ્વાનના ઝુંડ સિવિલના પરિસરમાં જોવા મળ્યા હતા. ગંભીર બાબત એ છે કે આ શ્વાન માત્ર બહાર જ નહીં, પરંતુ દર્દીઓના વોર્ડ સુધી પણ પહોંચી જાય છે.










