રાજકોટના સોની બજારના એક પ્રતિષ્ઠિત વેપારી સાથે બિહારમાં 25 કરોડ રૂપિયાના સોનાની લૂંટની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટની જાણીતી કે.વી. એન્ડ સન્સ પેઢીના બે કર્મચારીઓ જ્યારે સોનાની ડિલિવરી આપવા બિહાર પહોંચ્યા ત્યારે ફિલ્મી ઢબે આ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો.
કસ્ટમ અધિકારી બનીને આવ્યા લૂંટારુઓ
મળતી વિગતો મુજબ, રાજકોટની પેઢીના બે કર્મચારીઓ મહેશ મામતોરા અને પ્રિન્સ રાણપારીયા સોનાના દાગીનાની ડિલિવરી આપવા માટે બિહાર ગયા હતા. તેઓ જેવો જ બિહારમાં રેલવે સ્ટેશન પર ઉતર્યા, કે તરત જ બાઈક અને કારમાં સવાર થઈને આવેલા ૮ જેટલા લૂંટારુઓએ તેમને ઘેરી લીધા હતા. આ લૂંટારુઓએ પોતાની ઓળખ કસ્ટમ વિભાગના અધિકારી તરીકે આપી હતી અને તપાસના બહાને બંને કર્મચારીઓને જબરદસ્તીથી કારમાં બેસાડી તેમનું અપહરણ કર્યું હતું.
25 કરોડનું સોનું લૂંટી ફરાર
અપહરણ કર્યા બાદ લૂંટારુઓ નિર્જન સ્થળે લઈ ગયા હતા અને ત્યાં ૨૫ કરોડની કિંમતનું સોનું આંચકીને બંને કર્મચારીઓને રસ્તામાં ઉતારી ફરાર થઈ ગયા હતા. કર્મચારીઓએ તાત્કાલિક આ અંગે પેઢીના માલિક અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. આ ઘટનાને પગલે રાજકોટ સોની બજારમાં પણ ભારે ફાળ પડી છે.
બિહાર પોલીસની કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને જોતા બિહાર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે વિવિધ દિશાઓમાં નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી, જેમાં લૂંટારુઓ દ્વારા લૂંટમાં વપરાયેલી કાર મળી આવી છે. પોલીસે કાર કબ્જે કરી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ૮ લૂંટારુઓને પકડવા ચક્રગતિમાન કર્યા છે. રાજકોટથી પણ પોલીસની એક ટીમ બિહાર રવાના થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Aravalli: વાત્રક જળાશયમાંથી કેનાલોમાં પાણી છોડાતા ખેડૂતોમાં આનંદ, ઉનાળુ પાકને મળશે નવું જીવન