ગુજરાતમાં એક સાથે 37 IPSની બદલી કરવામાં આવી હતી. જેમાં હાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલમાંથી બદલી કરીને નિર્લિપ્ત રાયને રાજકોટના રેન્જ આઈજી તરીકે મુકાયા છે. તેમની આ નિમણૂકથી સોરાષ્ટ્રના રાજકારણમાં અનેક ચર્ચાઓ સામે આવી રહી છે. આ દરમિયાન નિખિલ દોંગાની એક પોસ્ટથી રાજકારણ ગરમાયું છે.

નિર્લિપ્ત રાય હવે રાજકોટના રેન્જ આઈજી બન્યા

નિખિલ દોંગાએ કરેલી પોસ્ટમાં કહ્યું હતું કે, એક રાજકીય નેતાએ નિર્લિપ્ત રાયની બદલી અટકાવવા માટે પ્રયાસો કર્યા હતાં પરંતુ તેને અટકાવી શક્યા નથી. નિર્લિપ્ત રાય હવે રાજકોટના રેન્જ આઈજી બન્યા છે. તેઓ હવે ગોંડલ વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ગુંડાગીરી પર કડક કાર્યવાહી કરશે. આ અંગે પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાએ પણ કહ્યું હતું કે, અમે ગોંડલમાં ગુંડારાજ જોયું છે.

સોશિયલ મીડિયામાં વોર ચાલુ થયો

નિખિલ દોંગાની પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં વોર ચાલુ થયો છે. જયરાજસિંહ જાડેજાએ પણ એક નિવેદન આપ્યું હતું કે, મેં જ ગૃહમંત્રી પાસે કડક ઓફિસર માંગ્યા હતાં.જેથી નિર્લિપ્ત રાયની નિમણૂંકને હું આવકારુ છું. ઉલ્લેખનીય છે કે,ચૂંટણી ટાણે જ આક્ષેપો અને પ્રતિ આક્ષેપો વચ્ચે સ્થિતિ તંગ હોય તેવું દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ Junagadh News: તત્કાલીન PSI સામે કોર્ટની લાલ આંખ, વંથલી સેશન્સ કોર્ટે એટ્રોસિટીનો હુકમ કર્યો