રાજકોટ શહેરની સાધના સોસાયટીમાં શુક્રવારે બપોરે એક અત્યંત ભયાનક દુર્ઘટના ઘટી હતી. સોસાયટીમાં આવેલા અશોકભાઈ રૈયાણીના રહેણાંક મકાનના પાર્કિંગમાં રાખેલા બે ગેસ સિલિન્ડરમાં અચાનક બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઈ જાય તેમ છે.


પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરમાં આગ લાગી

મળતી માહિતી મુજબ, શુક્રવારે બપોરે જ્યારે સોસાયટીના રહીશો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરમાં આગ લાગી હતી. આગ લાગતા જ સ્થાનિકોએ હિંમત દાખવી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગરમી વધી જવાને કારણે એકાએક એક પછી એક એમ બે ગેસ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટ્યા હતા.

વીડિયોમાં કેદ થયા ચોંકાવનારા દ્રશ્યો

સામે આવેલા લાઈવ વીડિયોમાં જોઈ શકાય છે કે, લોકો આગ ઓલવવાના પ્રયાસ કરી રહ્યા છે અને તે જ ક્ષણે જોરદાર ધડાકો થાય છે. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે આગની જ્વાળાઓ દૂર સુધી હવામાં ફેલાઈ હતી. ધડાકાના અવાજથી આખી સોસાયટી ગુંજી ઉઠી હતી અને લોકો જીવ બચાવવા આમ-તેમ દોડતા નજરે પડ્યા હતા.

આ પણ વાંચો: Gandhinagar: ગુજરાતમાં ઉનાળો સુખદ રહેશે, તમામ ડેમોમાં પૂરતું પાણી, સિંચાઈની મુદત પણ વધારાઈ


  • Follow us on: