રાજકોટમાં નશાના વેપલા પર લગામ કસવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ હાઈબ્રિડ ગાંજાના કેસમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. રિમાન્ડ દરમિયાન આરોપી ધ્રુવ જોષીના ઘરે કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં લાખોની કિંમતનો નશીલો પદાર્થ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
ધ્રુવ જોષીના ઘરેથી વધુ જથ્થો મળ્યો
હાઈબ્રિડ ગાંજાના વેચાણ મામલે અગાઉ પકડાયેલા આરોપી ધ્રુવ જોષી હાલ પોલીસ રિમાન્ડ પર છે. પૂછપરછ દરમિયાન મળેલી વિગતોના આધારે SOG ની ટીમે ધ્રુવના ઘરે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં પોલીસને વધુ ₹10 લાખની કિંમતનો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ તેની પાસેથી ₹2.60 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો હતો.
