રાજકોટના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા વધી રહ્યા છે. ખાસ કરીને મનહરપુર ગામ અને તેની આસપાસના સીમ વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવતા પશુપાલકો અને ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક

સ્થાનિક પશુપાલકોના જણાવ્યા અનુસાર, દીપડો એટલો હિંસક બન્યો છે કે છેલ્લા 8 દિવસમાં જ 7 પશુઓનું મારણ કરી ચૂક્યો છે. દરરોજ એક પશુનો શિકાર થતા પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દીપડાના ડરને કારણે ખેડૂતો રાત્રિના સમયે પિયત માટે ખેતરે જતા પણ ગભરાઈ રહ્યા છે.

વન વિભાગની કામગીરી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈ દીપડાના પગમાર્ક મેળવ્યા છે. દીપડાને વહેલી તકે પકડી શકાય તે માટે વન વિભાગ દ્વારા ગામના સીમ વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Surat: કતારગામ બ્રિજ નીચે પિલરરમાં ટ્રક ફસાતા ટ્રાફિક જામ, વહેલી સવારે મુસાફરો અને વાહનચાલકો અટવાયા