સુરતના કતારગામ વિસ્તારમાં આજે વહેલી સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. કતારગામ બ્રિજ નીચેથી પસાર થતો એક ટ્રક પિલરની વચ્ચે ફસાઈ ગયો હતો. ટ્રકની ઊંચાઈ અથવા વળાંકના અંદાજમાં ભૂલને કારણે ટ્રક એવી રીતે ફસાઈ ગયો હતો કે માર્ગ પૂરેપૂરો બંધ થઈ ગયો હતો.
કતારગામમાં બ્રિજ નીચે ટ્રક ફસાયો
આ ઘટના વહેલી સવારે બની હોવાથી કામધંધે જતા લોકો અને ખાસ કરીને ખાનગી તેમજ લક્ઝરી બસોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. બ્રિજ નીચે ટ્રક ફસાઈ જવાથી રસ્તો સાંકડો થઈ ગયો હતો, જેના પરિણામે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. ટ્રાફિકજામમાં અનેક લોકો ફસાયા હતા અને નોકરી-ધંધે પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.










