શહેરના સૌથી વ્યસ્ત ગણાતા જિલ્લા પંચાયત ચોક વિસ્તારમાં મોડી રાત્રે એક ખાનગી બેંકમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સદનસીબે, ઘટના સમયે બેંક બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી છે.


રાજકોટમાં મોડી રાત્રે ખાનગી બેન્કમાં લાગી આગ

મળતી માહિતી મુજબ, જિલ્લા પંચાયત ચોક સ્થિત યશ બેંક (Yes Bank) ની શાખામાં મોડી રાત્રે અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રાત્રિનો સમય હોવાથી રસ્તા પર લોકોની અવરજવર ઓછી હતી, પરંતુ નજીકના સુરક્ષાકર્મીઓએ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાયો

આગની જાણ થતા જ રાજકોટ ફાયર વિભાગના ફાયર ફાઇટરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે, જોકે સત્તાવાર કારણ હજુ જાણવા મળ્યું નથી.

આ પણ વાંચો:Ahmedabad: દૂર્ગા સ્કૂલમાં ગંભીર બેદરકારી, વિદ્યાર્થીની પાણીની બોટલમાં કેમિકલ ભેળવાયું, પીધા બાદ બાળક બેભાન

  • Follow us on: