રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી નવી જનાના હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. હોસ્પિટલનું નિર્માણ કાર્ય પૂરું થયાના ગણતરીના સમયમાં જ અહીં લાદીઓ ઉખડવા લાગી હોવાની ફરિયાદો સામે આવતા બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
જનાના હોસ્પિટલ્સમાં લાદીઓ ઉખાડવામાં લાગી
આટલું જ નહીં, હોસ્પિટલમાં પાર્કિંગ માટે અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવા છતાં, બાંધકામ નબળું હોવા અંગે અનેક ફરિયાદો વ્યાપક બની છે. સૌથી મોટી બેદરકારી એ સામે આવી છે કે, રાજકોટ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલને કમ્પ્લીશન સર્ટિફિકેટ અને બી.યુ. પરમિશન (Building Use Permission) પણ આપી દેવામાં આવી છે.










