રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. જ્યુબિલી માર્કેટમાં નજીવી બાબતે ફ્રુટના વેપારી પર છરી વડે હુમલો કરનાર કુખ્યાત આરોપી ઇભલાની પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.આરોપીએ જાહેરમાં વેપારીના માથાના ભાગે છરીના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી, જેના કારણે માર્કેટના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.
રાજકોટમાં ધંધાર્થી પર હુમલો કરનાર ઝડપાયો
પોલીસના રેકોર્ડ મુજબ, ઝડપાયેલા આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં 51 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, તેની ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે તંત્ર દ્વારા તેને 7 વખત પાસા (PASA) હેઠળ જેલ ભેગો કરવામાં આવ્યો હોવા છતાં તેની આદતમાં કોઈ સુધારો આવ્યો નથી.










