મહાશિવરાત્રિ મેળા દરમિયાન વધારાની મુસાફર ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનોનું સંચાલન કરવાનો નિર્ણય લેવાયો છે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે, તેઓ મુસાફરી પહેલા પોતાની ટ્રેનની સમયસૂચિની ખાતરી કરી લે, રેલવે દ્વારા જારી કરવામાં આવેલા તમામ સૂચનોનું પાલન કરે તેમજ સ્ટેશન અને ટ્રેનોમાં સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવામાં રેલવેને સહયોગ આપે.
01-રાજકોટ–વેરાવળ–રાજકોટ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09513/09514)
ટ્રેન નં. 09513 રાજકોટ–વેરાવળ સ્પેશિયલ દરરોજ સવારે 06.55 વાગ્યે રાજકોટથી પ્રસ્થાન કરી તે જ દિવસે સવારે 10.55 વાગ્યે વેરાવળ પહોંચશે. આ જ રીતે, વાપસીમાં ટ્રેન નં. 09514 વેરાવળ–રાજકોટ સ્પેશિયલ વેરાવળથી બપોરે 15.20 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 20.00 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જુનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઠેરાવ કરશે. આ ટ્રેન 13.02.2026 થી 17.02.2026 સુધી સંચાલિત રહેશે.
02-ભાવનગર–વેરાવળ–ભાવનગર અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09582/09581)
ટ્રેન નં. 09581 વેરાવળ–ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ વેરાવળથી સવારે 06.50 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 14.00 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09582 ભાવનગર ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી બપોરે 14.50 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 21.35 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જુનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઠેરાવ કરશે. આ ટ્રેન 13.02.2026 થી 17.02.2026 સુધી ચાલશે.
03-વેરાવળ–ગાંધીગ્રામ–વેરાવળ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09584/09583)
ટ્રેન નં. 09584 વેરાવળ–ગાંધીગ્રામ સ્પેશિયલ વેરાવળથી સવારે 04.00 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 12.00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09583 ગાંધીગ્રામ–વેરાવળ સ્પેશિયલ ગાંધીગ્રામથી બપોરે 13.00 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 21.00 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જુનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા અને બાવળા સ્ટેશનો પર ઠેરાવ કરશે. આ ટ્રેન 13.02.2026 થી 17.02.2026 સુધી સંચાલિત કરવામાં આવશે.
04-વેરાવળ–જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09591/09592)
ટ્રેન નં. 09591 વેરાવળ–જૂનાગઢ મીટર ગેજ સ્પેશિયલ વેરાવળથી સવારે 09.15 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 13.00 વાગ્યે જૂનાગઢ પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09592 જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ સ્પેશિયલ જૂનાગઢથી બપોરે 13.25 વાગ્યે પ્રસ્થાન કરી સાંજે 17.05 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં સવની, તાલાળા જં., ચિત્રાવડ, સાસણ ગીર, કાંસિયાનેસ, સતાધાર, વિસાવદર, જુનીચાવંડ, બિલખા અને તોરણિયા સ્ટેશનો પર ઠેરાવ કરશે. આ ટ્રેન 13.02.2026 થી 17.02.2026 સુધી સંચાલિત રહેશે.
આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ SOG પોલીસે 7 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે 2ની કરી ધરપકડ