રાજકોટમાં બ્રહ્મ સમાજ ચોક નજીક એક ઘટનો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક મહિલાને બાળકો ઉઠાવી જવાની શંકાના આધારે ટોળાએ માર માર્યો હોવાનું જોવા મળે છે
બાળકો ઉઠાવી જવાનો આરોપ મૂકી મહિલાને માર
આ ઘટના આજે બપોરે બ્રહ્મ સમાજ ચોક નજીક બની, જ્યાં કેટલીક વ્યક્તિઓએ એક મહિલાને માર માર્યો હતો. આ મહિલા ઉપર બાળકોને જબરદસ્તી ઊઠાવી જવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો
મહિલા અને તેની સાથે રહેલા લોકોને માર મરાયો
વીડિયોમાં જોવા મળે છે કે ટોળાએ ગંભીર આરોપ લગાવીને આ મહિલા અને તેની સાથે રહેલા લોકો પર હુમલો કર્યો હતો. હુમલામાં મહિલાના કપડાં પણ ફાટી ગયા હતા
પોલીસ સ્થળ પર પહોંચી
આ મામલાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને મહિલાને સાથે પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.
પોલીસ તપાસ શરુ
પોલીસે ઘટનાનો વીડિયો પ્રાપ્ત કરી તપાસ શરૂ કરી છે. આ કેસમાં સંલગ્ન લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મોટી સંખ્યામાં લોકો રસ્તા પર એકત્ર થઇ ગયા
ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર એકત્ર થઇ ગયા હતા. જેના પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને મામલો સંભાળ્યો હતો.
આ પણ વાંચો---- Ahmedabad : રાજ્યભરમાં ધૂળેટી પર્વે માતમ, ડૂબી જવાથી 18થી વધુના મોત, રાત્રે 9 વાગ્યા સુધી 4890 ઇમરજન્સી કેસ નોંધાયા