રાજકોટના મવડી ચોકડી નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બેફામ થારચાલકે સ્કૂટર પર જઈ રહેલા દંપતીને અડફેટે લેતા તેમને ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ થારચાલક તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો,


 દંપતી અને તેમના બાળક સાથે સ્કૂટર પર જઈ રહ્યા હતા

પ્રારંભિક માહિતી મુજબ, દંપતી અને તેમના બાળક સાથે સ્કૂટર પર જઈ રહ્યા હતા ત્યારે બેફામ સ્પીડમાં થાર લઇને નીકળેલા શખ્સે સ્કૂટરચાલક દંપતીને અડફેટે લઇ લીધું હતું.

થારનો ચાલક ફરાર

અડફેટમાં આવતા દંપતી અને તેમની સાથે રહેલું બાળક નીચે પટકાયું હતું. જો કે લોકો ભેગા થાય તે પહેલાં જ અકસ્માત પછી, થારનો ડ્રાઇવર ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર અકસ્માત CCTV કૅમેરામાં કેદ થઇ ગયો હતો.

 દંપતી અને તેમના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી

અકસ્માતના કારણે દંપતી અને તેમના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાને પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ કાર્યવાહી

હિટ એન્ડ રનની આ ઘટના અંગે રાજકોટ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે CCTVનો ઉપયોગ કરીને ફરાર થઇ ગયેલા થાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.


આ પણ વાંચો-----     Surat : જમીન કૌભાંડના આરોપી બિલ્ડર વિનુ માલવિયાની પોલીસની હાજરીમાં દાદાગીરી, આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ મૂકપ્રેક્ષક

  • Follow us on: