રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહીશોને તંત્ર દ્વારા બે વખત નોટિસ મોકલ્યા બાદ આજે સવારે અનેક અરજદારો મામલતદાર કચેરીની બહાર લાંબી લાઈનમાં ઉભા રહ્યા હતા. કચેરીની બહાર અરજદારોની લાંબી લાઇન જોવા મળી રહી હતી.
લાઇટ બિલ, મકાન વેરા સહિતના આધાર પુરાવા રજૂ કરવા માટે કચેરીમાં આવ્યા
અરજદારો લાઇટ બિલ, મકાન વેરા સહિતના આધાર પુરાવા રજૂ કરવા માટે કચેરીમાં આવ્યા હતા. કલેક્ટર તંત્રના જણાવ્યા મુજબ, અત્યારે સુધી 1,300થી વધુ દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે













