રાજકોટમાં મહાનગર પાલિકાના મહેકમ વિભાગ દ્વારા વર્ગ એકથી ત્રણના કર્મચારીઓની મિલકત જાહેર કરવા તાકિદ કરવામાં આવી છે. જેના કારણે અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. જો અધિકારીઓ મિલકત જાહેર નહીં કરે તો તેમનો પગાર અટકાવી દેવાની પણ સૂચના આપવામાં આવી છે.

સ્થાવર જંગમ મિલકતની યાદીનું પત્રક ભરવાની સૂચના

રાજકોટમાં મહાનગર પાલિકાના અધિકારીઓની મિલકત જાહેર કરવા મહેકમ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. વર્ગ એકથી ત્રણ સુધીના કર્મચારીઓની સ્થાવર અને જંગમ મિલકતની યાદીનું પત્રક ભરવા મહેકમ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. આગામી 31મી જાન્યુઆરી સુધીમાં મિલકતની વિગતો ઓનલાઈન અપલોડ કરવા માટે તાકિદ કરવામાં આવી છે. જે અધિકારી કે કર્મચારી મિલકત જાહેર ના કરે તેનો પગાર અટકાવી દેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રાજકોટ મનપાના મહેકમ વિભાગનો આદેશ

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ટીઆરપી ગેમઝોનના આરોપી અને પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી મળેલી બેનામી સંપત્તી બાદ ભ્રષ્ટાચાર અટકાવવા માટે મનપા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મનપાના મહેકમ વિભાગના આદેશને કારણે ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચોઃ Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યા નવા રજીસ્ટ્રાર, ડો. અજયસિંહ જાડેજા સંભાળશે વહીવટી સુકાન