ઘેડ પંથકના ખેડૂતો માટે ખેતીના મોરચે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ તંત્ર દ્વારા આવતીકાલથી ભાદર-2 ડેમમાંથી રવિ સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને અંદાજે 1,620 ક્યુસેક પાણી છોડવામાં આવશે. આ નિર્ણયથી ઘેડ પંથકના હજારો ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, કારણ કે પાણી મળવાથી રવિ સીઝનના મુખ્ય પાકો જેવા કે ચણા, ઘઉં, જીરું અને લસણને મોટો ફાયદો થશે અને ઉત્પાદન વધવાની આશા જાગી છે.
રવિ સિંચાઈનો પ્રારંભ













