સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ચંદ્રશેખર આઝાદ ઓવરબ્રિજ પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેના CCTV ફૂટેજ જોઈને ગમે તેવા મજબૂત કાળજાના માનવી પણ હચમચી ઉઠે. એક બાઇક પર સવાર ત્રણ લોકો જઈ રહ્યા હતા ત્યારે અચાનક બેલેન્સ બગડતા બાઇક ડિવાઇડર સાથે અથડાઈ હતી અને ત્રણેય વ્યક્તિઓ બ્રિજ પરથી નીચે પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં પિતા અને પુત્રી સહિત ત્રણેયના મોત નીપજ્યા છે. આ ઘટનાએ સુરત શહેરને સ્તબ્ધ કરી દીધું છે અને ટ્રાફિક સુરક્ષા તેમજ બ્રિજ પરની રેલિંગની ઊંચાઈ અંગે ફરી એકવાર ચર્ચા જગાડી છે.


સારવાર પહેલા અઢી લાખની માંગ?

બીજી તરફ, આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રેહાનાબાનુંના પરિવારે હોસ્પિટલ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા છે. મૃતકના સંબંધી શરીફ મલિકે અઠવા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી જણાવ્યું છે કે, જ્યારે રેહાનાબેનને મહાવીર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ સારવાર શરૂ કરતા પહેલા અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી. પરિવારે તાત્કાલિક દોઢ લાખ રૂપિયા જમા કરાવ્યા હોવા છતાં કલાકો સુધી સારવાર ન આપીને 'ગોલ્ડન અવર્સ'ની ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આખરે સારવારના અભાવે કે વિલંબના કારણે રેહાનાનું મોત નીપજતા પરિવારે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો : Rajkot News : પ્રેમ સંબંધમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમિકા જ નીકળી હત્યારી



  • Follow us on: