છેલ્લા એક મહિનામાં ખાદ્યતેલના ભાવમાં રુ. 150નો વધારો થયો છે અને સિંગતેલનો ભાવ ડબ્બે 20 રૂપિયા વધુ અને 2760એ પહોચ્યો છે, આજ સુધીમાં સિંગતેલ 250 રૂપિયા વધ્યું છે, લગ્નની સિઝન શરૂ થવા સાથે બારમાસી સિંગતેલ ભરવાનો અંતિમ મહિનો પણ તેજી માટે કારણભૂત છે અને છેલ્લા એક મહિનામાં સિંગતેલનો ડબ્બો 150 રૂપિયા વધ્યો છે.


18 ડિસેમ્બર 2025ના રોજ પણ ભાવ વધ્યો હતો સિંગતેલનો

રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં જોવા મળી વધ-ઘટ અને સિંગતેલના ભાવમાં વધારો જ્યારે કપાસિયામાં થયો ઘટાડો થયો હતો. સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ 2555-2605 રૂપિયાએ પહોંચ્યો હતો, કપાસીયા તેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થતાં ડબ્બાનો ભાવ 2160-2210 રૂપિયાએ પહોંચ્યો હતો, આ ભાવ છેલ્લે 18 ડિસેમ્બર 2025ના રોજ હતો.

શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ

ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૨૫ને ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર વિવિધ સહકારી પ્રવૃત્તિઓને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સહયોગથી પ્રથમવાર દેવભૂમિ દ્વારકામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-APMC ખંભાળિયા ખાતે રૂ. ૧ કરોડથી વધુના ખર્ચે સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતો તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવે ખરીદ-વેચાણ કરી શકે તેવા હેતુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકારના સહયોગથી ખંભાળિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નાગરિકોને શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ કરવામાં આવી છે.


આ પણ વાંચો : Ahmedabad Breaking News : અમદાવાદની 7 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, BDDS અને પોલીસ દ્વારા તપાસ શરુ


  • Follow us on: