સિંગતેલનો ભાવ વધીને રુ. 2555-2605એ પહોંચ્યો છે અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બા દીઠ રુ. 30નો ઘટાડો થયો છે, કપાસિયા તેલનો ભાવ ઘટીને રુ. 2160-2210એ પહોંચ્યો છે, સિંગતેલની અન્ય રાજ્યમાં માગ વધતા ભાવ વધારો થયો છે. આ વખતે કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે.

સિંગતેલની અન્ય રાજ્યમાં માગ વધતા ભાવ વધારો થયો

રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં જોવા મળી વધ-ઘટ અને સિંગતેલના ભાવમાં વધારો જ્યારે કપાસિયામાં થયો ઘટાડો થયો છે. સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ 2555-2605 રૂપિયાએ પહોંચ્યો છે, કપાસીયા તેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થતાં ડબ્બાનો ભાવ 2160-2210 રૂપિયાએ પહોંચ્યો છે.

શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે સરકારની એક આગવી પહેલ

રાજ્યના ખેડૂતો તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવે ખરીદ-વેચાણ કરી શકે તેવા હેતુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકારના સહયોગથી ખંભાળિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નાગરિકોને શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ કરવામાં આવી છે.


આ પણ વાંચો : Vadodara News : વડોદરાના કરજણમાં કંડારી ગામે ખાનગી બસે પલટી મારતા 10 લોકો ઈજાગ્રસ્ત