રાજકોટમાં મારામારી બાદ કિન્નરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે, 2 કિન્નરોના ત્રાસના આક્ષેપ સાથે આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કિન્નર હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેણે આક્ષેપ કર્યો છે કે, મને સારું થઇ જશે તો પણ હું ફરી આપઘાત કરીશ અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના જયુબેલી ગાર્ડન પાસે થયેલ કિન્નરો વચ્ચે મારામારીનો મામલો
મીરા અને મિહિરના ત્રાસથી નિકિતા માસીએ કર્યો આપઘાતનો પ્રયાસ અને જયુબેલી ગાર્ડન પાસેની ઘટના બાદ અવારનવાર મીરા અને મિહિર ત્રાસ આપતા હોવાનો નિકિતા માસીનો આક્ષેપ છે, નિકિતા માસી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, સિવિલ હોસ્પિટલમાંથી નિકિતા માસીએ વીડિયો જાહેર કરી મદદની માગ કરી છે, નિકિતા માસીનું કહેવું છે કે, મને સારું થઇ જશે તો પણ હું ફરી આપઘાત કરીશ, ત્રાસ આપનાર આરોપીઓ તરીકે ખુશ્બુ દે ગોપી દે,સમીરા દે,બીલયાદ મીરા દે,ગોપી દે મીરાંદે ,ટીની દે મીરા દે,કલપુ દે મીરા દે ના નામ લખાવાયા છે. કઈ બાબતને લઈ મારામારી થઈ છે તેનું સાચું કારણ સામે આવ્યું નથી.













