રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં લુખ્ખાઓએ ધમાલ મચાવી હતી અને અરજીના કામે બોલાવેલ સાદાનની પૂછપરછ કરતા ધમાલ મચી હતી, સાદાન અને તેના પિતાએ પોલીસ સ્ટેશન બાનમાં લીધું હતું અને જેલમાં જઈને આવ્યો છું, મને પોલીસની બીક નથી તેવું કહી પોલીસ સ્ટેશન માથે લીધુ હતુ.


[[$googlead]]

પુત્ર-પિતા સામે ફરજમાં રૂકાવટ સહિત હેઠળ ગુનો નોંધ્યો

શું રાજકોટના પોલીસ સ્ટેશનમાં પોલીસ જ સુરક્ષિત નથી??? લુખ્ખા તત્વોના આતંકનો ભોગ પોલીસ પણ બની છે, ત્યારે પ્રનગર પોલીસ સ્ટેશનમાં આરોપીથી બચવા પોલીસે ઇન્વે.રૂમના દરવાજા બંધ કરી સંતાવવું પડ્યું હતુ અને નશાની હાલતમાં આવેલ લુખ્ખાએ બેફામ ગાળા-ગાળી કરી ધમાલ મચાવી હતી.

અરજીના કામે બોલાવેલ સાદાનની પૂછપરછ કરતા તેને ધમાલ મચાવી હતી

જેના વિરુદ્ધ અરજી થઈ હતી તેણે પોલીસને કહ્યું કે, જેલમાં જઈને આવ્યો છું, મને પોલીસની બીક નથી કહી દીવાલમાં સાદાને માથું પછાડ્યું હતું અને થોડા સમય માટે સાદાન અને તેના પિતાએ પોલીસ સ્ટેશન બાનમાં લીધું હતું, ઘટનાની જાણ થતાં પીઆઇ સહિતના અધિકારીઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા, પોલીસે સાદાન અને તેના પિતા વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગરમાં 5-6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના, પોલીસે 2 શકમંદની અટકાયત કરી તપાસ હાથ ધરી



  • Follow us on: