રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે, એક તરફ ગરમી અને બીજી તરફ લીંબુના ભાવમાં વધારો થયો છે, ઉનાળાની શરૂઆતમાં લીંબુના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે, છૂટક બજારમાં લીંબુનો ભાવ રૂ.200થી 250એ પહોંચી ગયો છે, છેલ્લા એક મહિનામાં લીંબુના ભાવમાં વધારો થયો છે.
છેલ્લા એક મહિનામાં લીંબુનો ભાવ વધ્યો
ગુજરાતની એપીએમસીમાં મહારાષ્ટ્રમાંથી વધારે લીંબુનો જથ્થો આવી રહ્યો છે, હાલમાં એપીએમસીમાં હોલસેલમાં લીંબુનો ભાવ 150થી 160 રૂપિયા છે અને છૂટક બજારમાં 200થી 250 રૂપિયા પ્રતિકિલો થયો છે, ઉનાળાની સિઝનમાં ઠંડા પીણા અને લીંબુ પાણીનો વધારે ઉપયોગ થતો હોવાથી ભાવમાં વધારો જોવા મળ્યો છે, તો અમુક વેપારીઓ લીંબુનો સંગ્રહ પણ કરી રહ્યાં હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે, આવકમાં વધારો થશે લીંબુમાં તો ભાવ ઘટી શકે છે.













