આ ઉપરાંત ગાંડી વેલનું ચિક્કાર પ્રમાણ ધરાવતા આજી નદી વિસ્તારોમાં દવા છાંટવા પણ ડ્રોનની મદદ લેવામાં આવશે. મનપાના સૂત્રોએ જણાવ્યું કે, ગત વર્ષે ડ્રોન વડે માત્ર દવા છંટકાવની કામગીરી કરાવવામાં આવી હતી, જે સંતોષકારક જણાતા આ વર્ષે દવા છંટકાવ ઉપરાંત શહેર આખાનું સ્કિનિંગ પણ કરાવવામાં આવશે.

આ સ્કિનિંગમાં જે મકાનોની અગાશી પર પાત્રોની સંખ્યા જોવા મળશે

જે મચ્છરો અને પોરાનું ઉત્પાદન બની રહે છે, એના લોકેશનના આધારે મેલેરિયા વિભાગની ટીમ ત્યાંની મુલાકાત લઈને ફોગિંગ, દવા છંટકાવ સહિતની કાર્યવાહી કરશે. જ્યારે આજી નદીમાં ગાંડી વેલનું પ્રમાણ મોટું હોવાથી અને ત્યાં સીધી રીતે દવા છાંટવા પહોંચી શકાતું ન હોવાથી ડ્રોનની મદદ લેવામાં આવશે. આ માટેનું કામ આપવા ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.

આજી નદીમાં ગાંડી વેલનું પ્રમાણ ક્યાં વધારે ?

મચ્છરો અને પોરા દૂર કરવા માટેની આ કામગીરી માટે બે વર્ષનો કોન્ટ્રાક્ટ થશે. જેના માટે હાલના તબક્કે મનપા તંત્ર દ્વારા રૂ.૧૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. શહેરમાં મચ્છરનો ત્રાસ માથાના દુઃખાવા સમાન છે ત્યારે તંત્રનો આ પ્રયોગ કેટલી હદે સફળ થશે એ આવનારા સમયમાં ખબર પડશે. કોઠારિયા, જંગલેશ્વર, બાપુનગર, રામનાથપરા, બેડીપરા, ભગવતીપરા, પોપટપરા, વેલનાથપરા સહિતના આજી નદી કાંઠાના બધા વિસ્તારોમાં ગાંડી વેલનું પ્રમાણ વધારે છે. જેની નીચે મચ્છરો આશરો મેળવી, ફૂલેફાલે છે. ત્યાં ડ્રોનની મદદથી દવા છંટકાવ કરવામાં આવશે.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પર ગાંજાની હેરાફેરી, બેંગકોકથી આવેલા 2 મુસાફર પાસેથી હાઈબ્રિડ ગાંજો ઝડપાયો