શિયાળો શરૂ થવાની સાથે જ બજારમાં લીલા શાકભાજીની આવક શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે શાકભાજીના ભાવ શિયાળામાં ઘટે છે. જોકે, આ વર્ષ શાકભાજીના ભાવ વધવાની જગ્યાએ વધેલા જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરમાં શાકભાજીના ભાવમાં વધારો થવાના કારણે ગૃહિણીનું બજેટ ખોરવાયું છે.

કમોસમી વરસાદના કારણે શાકભાજીની સપ્લાય ચેઇન પણ પ્રભાવિત થઈ

રાજકોટ શહેરમાં શિયાળાની શરૂઆતમાં જ શાકભાજી સસ્તું થવાને બદલે મોંઘુ થયું છે. દિવાળી બાદ માવઠાને કારણે લીલા શાકભાજીનો પાક બગડી ગયો છે. આ સાથે જ કમોસમી વરસાદના કારણે શાકભાજીની સપ્લાય ચેઇન પણ પ્રભાવિત થઈ છે.

શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા

શિયાળામાં સસ્તા મળતા ઓળાના રિંગણ, તેમજ લીલા વટાણા સહિતના શાકભાજી મોંઘીદાટ વેચાઈ રહી છે. રાજકોટની જ્યુબિલી શાકમાર્કેટ ખાતે રિંગણ, લીલા વટાણાં, લીલી તુવેર, ફ્લાવર, વાલોડ સહિત વિવિધ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. આ સાથે સાથે બટાટા અને ટમેટા પણ મોંઘા થયા છે. જે કારણે લોકોના બજેટમાં મોટું ગાબડું જોવા મળી રહ્યું છે.

કોમોડિટી મુજબ શાકના ભાવ

  • રિંગણ રિટેલમાં 140 થી 150 રૂપિયા ભાવ
  • ઓળાના સ્પેશિયલ રિંગણના ભાવ 100 થી 120
  • ફ્લાવર રિટેલના 70 થી 80 રૂપિયા કિલો
  • વટાણા રિટેલ ના 80 થી 100 રૂપિયા
  • ગવાર રિટેલ ના 120 થી 150 રૂપિયા
  • ભીંડો રિટેલ ના 100 થી 120 રૂપિયા
  • લીલી ચોરી ના 100 થી 120 રૂપિયા
  • કોબીજ કિલોના 40 થી 50 રૂપિયા
  • દુધીના કિલો 40 થી 50 રૂપિયા
  • ટમેટા 70 થી 80 રૂપિયા
  • બટાટા 40 થી 50 રૂપિયા કિલોના ભાવ


આ પણ વાંચો - Surat News: રોફ જમાવવા જાહેરમાં કેક કાપનાર પિન્ટુને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, પાંડેસરા પોલીસે શેર કર્યો વિડિયો