રાજકોટમાં કાર ચાલકે બાઇક સવાર દંપતિને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે અને કાળા કાચને લઇ પોલીસે પીછો કરતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે અને ઇજાગ્રસ્ત દંપતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસ પકડથી બચવા નબીરાએ અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે.


રેસકોર્સ પાસે આવેલ પટેલ આઇસ્કીમ પાસે બન્યો બનાવ

કાર ચાલક નબીરાએ બાઇક સવાર દંપતિને ઠોકર મારી કાર ચાલક ફરાર થયો છે, કાળા કાચ બાબતે પોલીસ નબીરનો પીછો કરતી હોવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જ્યારે ઈજાગ્રસ્ત દંપતિને સારવાર અર્થે 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે, પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથધરી છે.

જસદણ-ચોટીલા હાઇવે પર બાઈક-ટ્રક વચ્ચે સર્જાયો હતો અકસ્માત

જસદણ-ચોટીલા હાઇવે પર પોલાર બસ સ્ટેન્ડ નજીક બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.


આ પણ વાંચો : Arvalli News : અરવલ્લીના મોડાસામાં ડમ્પરની અડફેટે પશુનું મોત, ડમ્પરચાલકે બજારમાં પૂરઝડપે ડમ્સપર ચલાવી સર્જયો અકસ્માત


  • Follow us on: