રાજકોટ પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ચૈતન્ય માંડલિકે સોમવારે ચાર્જ સંભાળ્યા બાદ એકશન મોડમાં આવી ગયા હતા. અને તેઓએ પણ શહેરની ક્રાઈમ કુંડળી તેમજ શહેરમાં ટ્રાફીક સમસ્યા અંગે માહિતી મેળવી હતી.બાદમાં મોડી રાત્રીના શહેરમાં નામચીન 40 હિસ્ટ્રીશીટરોને મધરાતે ક્રાઈમ બ્રાંચમાં કલાસ લેવામાં આવ્યા હતા અને સાનમાં સમજી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી ચેતવણી આપી હતી.


ગુનેગારોને ચેતવણી આપી અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરાઈ

રાજકોટ શહેરમાં નવ નિયુકત જોઈન્ટ પોલીસ કમિશનર માંડલીક સોમવારે સવારે દ્રારકાધીશના દર્શન કરી ચાર્જ સંભાળ્યો હતો. શહેરમાં કાયદો વ્યવસ્થા મજબુત બનાવવા માટે એકશન મોડ અપનાવ્યો હતો. અને ગુનાખોરીને કાબુમાં લેવા નામચીન ગુનેગારોનું તત્કાલ લીસ્ટ બનાવી મોડી રાત્રીના ૪૦ જેટલા નામચીન ગુનેગારોને કચેરીએ બોલાવ્યા હતા. જેમા હત્યા,હત્યાની કોશીષ, મારામારી, ચિલઝડપ સહીતના ગંભીર ગુનાઓ આચરતા ગુનેગારો સામે કડક વલણ અપનાવી તેને શાનમાં સમજી જવા સમજાવ્યા હતા અને કેટલાકને ખાખીનો રંગ બતાવ્યો હતો.

શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત નજર રાખશે

કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિઓ,દાદાગીરી તેમજ લોકોમાં ભય પેદા કરવાના પ્રયાસો કરતા શહન કરવામાં આવશે નહી. તેમજ આવા ગુનેગારો પર વોચ રાખવા ક્રાઈમ બ્રાંચ,એસઓજી સહીતની ટીમોને આદેશ કરવામાં આવ્યો છે. અને કાયદાનો ભંગ કરનાર કોઈ પણ ગુનેગારોને છોડવામાં નહી આવે તેમજ કાયદાની સ્થિતી મજબુત બનાવવા પોલીસ કાર્યશીલ રહેશે.


  • Follow us on: