રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 1350થી વધુ દબાણ કર્તાઓને નોટિસ આપી દેવામાં આવી છે અને 900થી વધુ લોકોએ રહેઠાણ અંગેના પુરાવા રજૂ કરી દીધા છે અને અરજદારો દ્વારા રજૂ કરવામાં આવેલા વેરા બિલ, લાઈટ બિલ અંગે પુરાવાની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. જંગલેશ્વરના અલગ અલગ સરકારી પ્લોટમાં છે દબાણ કર્યુ હોવાની વાત સામે આવી છે.


દબાણ કર્તાઓને બીજી નોટિસ અંગેની કલેક્ટર તંત્રની તૈયારીઓ શરૂ કરવામાં આવશે

નોટિસ આપવાને લઈ દબાણ કર્તાઓ દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી અને જંગલેશ્વર વિસ્તાર ઝૂંપડપટ્ટી નોટિફાઇડ ન હોવાની દલીલ સરકારી પક્ષ દ્વારા કરવામાં આવી હતી, જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણકર્તાઓ દ્વારા 3 સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 2 એપ્લિકેશન કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. જ્યારે વહીવટી તંત્ર દ્વારા હાઇકોર્ટમાં કેવીએટ પણ અગાઉ દાખલ કરવામાં આવેલી છે.

જંગલેશ્વર વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો દૂર કરાશે

રાજકોટમાં સરકારી જમીન પર મોટુ ગેરકાયદેસર દબાણ થયું હોવાની વાત સામે આવી હતી અને જંગલેશ્વર વિસ્તારમાં આ દબાણો થયા છે અને તેને દૂર કરવાની કામગીરી કરાશે, તો આ સરકારી જમીનની કિંમત અંદાજે 220 કરોડ જેટલી થાય છે અને આ દબાણો દૂર કરવામાં આવે તો તે જગ્યા પર સરકાર નવા પ્રોજેકટ લાવી શકે છે અથવા તો આવાસના મકાનો પણ બની શકે છે.


આ પણ વાંચો : Vadodara News : વડોદરાના અટલાદરા વિસ્તારમાં સ્થાનિકો અને ઓનલાઇન ડિલિવરી બોય વચ્ચે થઈ મારામારી



  • Follow us on: