વડોદરાના અટલાદરામાં આવેલું છે ઓનલાઇન ડિલિવરીનું સેન્ટર અને તેને લઈ ઘણા લાંબા સમયથી સ્થાનિકો અને ડિલિવરી બોય વચ્ચે માથાકૂટ ચાલી રહી છે, ત્યારે અચાનક બોલાચાલીમાંથી બબાલ મારામારી સુધી પહોંચી હતી અને તેને લઈ મામલો બિચકયો હતો, આ સમગ્ર ઘટનામાં હજી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

અટલાદરામાં ઓનલાઈન ડિલિવરી સેન્ટર સામે રોષ

વડોદરાના અટલાદરા વિસ્તારમાં ઓનલાઈન ડિલિવરી સેન્ટર આવેલું છે અને ત્યાં આગળ રોજના હજારો ડિલિવરી હોય સમગ્ર વડોદરામાં ડિલિવરી વસ્તુની કરતા હોય છે અને તેની આસપાસ સોસાયટીઓ પણ આવેલી છે, ત્યારે સોસાયટી પાસેથી ગોડાઉન ખાલી કરવાને લઈ સ્થાનિકો અને ડિલિવરી બોય વચ્ચે માથાકૂટ ચાલી રહી છે અને ડિલિવરી બોયનું કહેવું છે કે, ગોડાઉન ખાલી કરવું તે તો કંપનીના હાથમાં છે તેમાં અમારે કોઈ લેવા દેવા નથી.

સ્થાનિકોએ વારંવાર અહીંથી સ્ટોર ખાલી કરવા કહ્યું

અટલાદરા વિસ્તારના સ્થાનિકોનો આક્ષેપ છે કે, ગોડાઉન પાસે લોકો ટોળા વળીને ઉભાર રહે છે અને વાહનો લઈને ભાગતા હોય છે ત્યારે અકસ્માતનો ડર રહે છે અને તેના કારણે ગોડાઉન ખાલી કરવાની માગ ઉઠી છે, તો આ મામલે હજી કોઈ નિરાકરણ આવ્યું નથી અને અટલાદરાના નારણવાડીમાં આ ગોડાઉન આવેલું હોવાની વાત છે, ત્યારે આ મામલે હજી કોઈ નિર્ણય આવ્યો નથી અને ડિલિવરી સેન્ટર હજી પણ ચાલુ હોવાની વાત છે.


આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠાની સુઇગામ સિવિલ કોર્ટનો આસિસ્ટન્ટ રૂ.3000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો