રાજકોટની સિવિલમાં રહેતા એક-એક વ્યક્તિની પોલીસે કરી પૂછપરછ અને દર્દીના સંબંધીઓના કાગળો-અન્ય પુરાવાઓની ચકાસણી પણ કરી હતી, સિવિલમાં નશાખોર તત્વો રહેતા હોવાની ફરિયાદ પોલીસને મળી હતી અને પોલીસે આકસ્મિક ચેકિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે, હજી પોલીસે ચેકિંગ કર્યુ છે, કોઈની અટકાયત કરી નથી.


[[$googlead]]

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રદ્યુમન નગર પોલીસનું ઓચિંતુ ચેકિંગ

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા સિવાયના આવનારા અને નશાખોર તત્વો પડ્યા પાથર્યા રહેતા હોવાની ફરિયાદ પોલીસને મળી હતી અને ફરિયાદ સામે આવતા રોગી કલ્યાણ સમિતિના સદસ્ય સહિતના પહોચ્યા હતા સિવિલ હોસ્પિટલ, પ્રદ્યુમન નગર પોલીસ મથકના સ્ટાફ દ્વારા સિવિલમાં રહેતા એક એક વ્યક્તિની પૂછપરછ હાથ ધરી હતી અને દર્દીઓના સગા હોવાનું જણાવનાર પાસે સિવિલના કાગળો અને અન્ય પુરાવાઓની ચકાસણી કરવામાં આવી હતી.

પોલીસે દર્દીઓના સગાના પુરાવા ચેક કર્યા

આ સમગ્ર ચેકિંગને લઈ પોલીસે હજી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી ફકત ચેકિંગ કર્યુ છે અને આ મામલે પોલીસ કાર્યવાહી પણ કરી શકે છે કે જો કોઈ અસામાજિક તત્વો કે નશાખોર અડ્ડો જમાવીને બેઠા હશે તો, તો પોલીસે ડોકયુમેન્ટની સાથે બેગનું પણ ચેકિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે, તો અન્ય અસામાજિક તત્વોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.

[[$alsoread]]


આ પણ વાંચો : Vadodara News : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરામાં લેઉવા પટેલ સમાજના વિવિધ શૈક્ષણિક પ્રકલ્પોનું વર્ચ્યુલી લોકાર્પણ કર્યું


  • Follow us on: