રાજકોટ જિલ્લાના જેતપુરના કેરાળી ગામમાં ભાદર નદી અચાનક બે કાંઠે વહેવા લાગી હતી. આખી નદીમાં સફેદ ફીણના ગોટેગોટા જોવા મળ્યા હતાં. જાણે શિયાળાની ઋતુમાં કેરાળીમાં કાશ્મીર જેવો બરફ પડ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. ખેડૂતોએ આવા પ્રદૂષિત પાણીથી છૂટકારો મેળવવા માટે ગુજરાત પ્રદૂષણ બોર્ડ પાસે માગ કરી છે.
નદીમાં સફેદ ફીણના ગોટેગોટા જોવા મળ્યા હતાં
જેતપુરમાં સાડી ઉદ્યોગ માટે ખૂબજ પ્રચલિત છે આ ઉપરાંત પ્રદૂષણ માટે પણ એટલો જ કુખ્યાત છે. વરસાદની સિઝનમાં જેતપુરના કેટલાય ગેરકાયદે સાડી ઉદ્યોગોનું પાણી નદીમાં છોડી દેવામાં આવતુ હોય છે. પરંતુ હાલમાં શિયાળો બરાબર જામ્યો છે અને ક્યાંય માવઠુ પણ થયું નથી. તે છતાંય કેરાળી ગામની ભાદર નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદીમાં સફેદ ફીણના ગોટેગોટા જોવા મળ્યા હતાં. નદીમાં પ્રદૂષણ ફેલાવા અંગે ખેડૂતો અને માલધારીઓએ પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે કહ્યું હતું કે, જેતપુરમાં ચાલી રહેતા સાડીઓના ગેરકાયદે યુનિટો દ્વારા પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવે છે.













