શિળાયની શરૂઆતમાં જ રાજ્યમાં ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે. આવામાં ચોર ઠંડીનો લાભ લઈ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. રાજકોટ જિલ્લામાંથી પણ ચોરીની ઘટનાના સમાચાર સામે આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ચોરીની ઘટના પડધરીમાં આવેલી એક કંપનીમાં થઈ હતી.


એરફોન ઇન્ડિયા કંપનીમાં તસ્કરો ત્રાટકયા

ઘટનાની મળતી વિગતો અનુસાર, રાજકોટ જિલ્લાના પડઘરીમાં આવેલી એક કંપનીમાં 40 લાખથી વધુની ચોરી થઈ હતી. એરફોન ઇન્ડિયા કંપનીમાં તસ્કરો ત્રાટકયા હતા. આ બુકાનીધારી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ચોરો આ કંપનીમાંથી 27 લાખ રોકડ રકમ સહિત 40 લાખથી વધુની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Weather News : ગુજરાતમાં 'પૂર્વ'ના પવનોની અસર, લઘુતમ તાપમાન સામાન્ય કરતાં વધુ, પણ સવારના સમયે ઠંડી વર્તાઈ


  • Follow us on: