રાજકોટમાં હાઇવે પર ખાનગી બસ પર પથ્થરમારો થતા બસના કાચ તૂટયા છે, મુસાફરોને કોઈ જાનહાની થઈ નથી, સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે, રામવનથી અમદાવાદ તરફ બસ આવી રહી હતી તે દરમિયાન આ ઘટના બની છે, સમગ્ર ઘટનાને લઈ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


4 થી 5 ખાનગી બસ પર પથ્થરમારો કરતા કાચ તૂટ્યા

રાજકોટમાં 4 થી 5 ખાનગી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે જેમાં પથ્થરમારામાં બસના કાચ તૂટયા છે. રામવનથી અમદાવાદ જવાના હાઇવે પર આ ઘટના બની ઠે. ખાનગી બસ સંચાલકોએ પોલીસને જાણ કરી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવા સંચાલકોની માગ છે, તો અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટના રામ વનથી અમદાવાદ તરફ જવાના હાઇવે ઉપર રાત્રીના બસ ઉપર પથ્થરમારો

ગઈકાલે રાત્રીના બનેલી ઘટના, ચાર થી પાંચ બસ ઉપર પથ્થરના ઘા કરી કાચ તોડી નાખ્યા છે, ખાનગી બસ સંચાલકો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને ગોંડલ રોડથી અમદાવાદ તરફ જવાના હાઇવે ઉપર બની ઘટના, આસપાસના સ્થાનિકો પણ દોડી આવ્યા હતા, કોણે પથ્થરમારો કર્યો છે તેને લઈ હજી આરોપીના નામ સામે આવ્યા નથી. 

  • Follow us on: