રાજકોટના જસદણના સાણથલી વાસાવડ રોડ પરથી નવજાત બાળકી મળી આવી, બાળકનો રડવાના આવતા સ્થાનિકોએ પોલીસની લીધી મદદ અને બાળકનો રડવાનો અવાજ આવતા સ્થાનિકો પહોંચ્યા હતા અને નવજાત શિશુને રાજકોટ જનાના હોસ્પિટલમાં ખસેડાયું છે, પોલીસે CCTVના આધારે શિશુના વાલીની તપાસ કરી શરૂ.
તરછોડાયેલી નવજાત બાળકી મળી આવી
રાજકોટના જસદણમાં બાવળની જાળી વચ્ચે માસુમ ફૂલ જેવી બાળકી તરછોડી દેવાઈ હતી અને સાણથલી ગામના વાસાવડ રોડ નજીકમાંથી બાળકી મળી આવી હતી, બાળકીનો રડવાનો આવતા સ્થાનિકો પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી, તો 108 એમબ્યુલન્સમાં બાળકીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ હોસ્પિટલ ખસેડાઈ હતી, માસુમ બાળકીને પગમાં કોઈ જીવજંતુ પણ કરડ્યું હતું અને હાલમાં બાળકીની તબિયત સુધારા પર છે.













