પાટીદાર નેતા દિનેશ બાંભણિયાનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, કેટલાક અધિકારીઓ સરકારને બદનામ કરે છે. જે વિદ્યાર્થીઓ અગાઉ રનિંગ અને ઊંચાઈમાં પાસ થયા છે તેમને નાપાસ કરવામાં આવ્યા છે. આ બાબતે લેખિતમાં અરજી આપવામાં આવી છે તેવા 9 લોકો છે. હવે જો આ વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો વિરોધ કરીશું.


વિદ્યાર્થીઓને ન્યાય નહી મળે તો વિરોધ કરીશું

પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ અધિકારીઓ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, હાલમાં ગુજરાત સરકારમાં પોલીસ ભરતીમાં ઊંચાઈ અને રનીગની પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષામાં ઊંચાઈમાં એક નવો નિયમ આવ્યો છે. જેમા 2019 અને 2025માં જે વિદ્યાર્થીઓ બંને પરીક્ષામાં પાસ થયા પછી 2026માં રનિંગની પરીક્ષા આપી રહ્યા છે અને ફરીથી લેવાયેલી હાઈટની પરીક્ષામાં નાપાસ કરવામાં આવ્યા છે. આવી અમારી પાસે આધાર પૂરવા સાથેની લેખિતમાં નવ અરજીઓ આવી છે. કેટલાક અધિકારીઓ સરકારને જાણી જોઈને બદનામ કરી રહ્યાં છે. અમારા સમાજના વિદ્યાર્થીઓને જાતિ વિશે ટીપ્પણીઓ કરે છે. જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો વિરોધ કરીશું. લેખિત પરીક્ષા હશે ત્યારે વિરોધ કરીશું.

આ પણ વાંચોઃ Bengaluru: હાઈસ્પીડ કાર ડિવાઈડર કૂદી બસ સાથે અથડાઈ, 5 યુવાનોના કરૂણ મોત


  • Follow us on: