રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે કલેક્ટર તંત્ર દ્વારા લેવામાં આવેલા કડક વલણને કારણે અત્યારે વાતાવરણ તંગ બન્યું છે.કલમ 202 હેઠળ અંતિમ નોટિસ ફટકારવામાં આવતા જ સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો છે અને મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા એકઠા થયા છે.


2000 પરિવારો પર બેઘર થવાનું સંકટ

મળતી માહિતી પ્રમાણે સ્થાનિકોના સમર્થનમાં ભાજપના જ નગરસેવક નરેન્દ્ર ડવ મેદાને આવ્યા છે. તેમણે શાસક પક્ષના હોવા છતાં લોકોની પીડાને વાચા આપતા જણાવ્યું હતુ કે, એક સાથે બે હજાર પરિવારોનાં આશિયાના છીનવી લેવા એ માનવીય દ્રષ્ટિએ યોગ્ય નથી. જો આટલા બધા લોકો એક સાથે રસ્તા પર આવશે, તો તેમને રહેવા માટે મકાન ભાડે મળવા પણ મુશ્કેલ છે. નગરસેવકે કલેક્ટર તંત્રને વિનંતી કરી છે કે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા માટે પૂરતો સમય આપવામાં આવે.

ભાજપના જ નગરસેવક નરેન્દ્ર ડવ મેદાને

આ લડાઈમાં સ્થાનિકોના સમર્થનમાં ભાજપના જ નગરસેવક નરેન્દ્ર ડવ મેદાને આવ્યા છે. તેમણે શાસક પક્ષના હોવા છતાં લોકોની પીડાને વાચા આપતા જણાવ્યું હતું કે, "એકસાથે બે હજાર પરિવારોના આશિયાના છીનવી લેવા એ માનવીય દૃષ્ટિએ યોગ્ય નથી. જો આટલા બધા લોકો એકસાથે રસ્તા પર આવશે, તો તેમને રહેવા માટે મકાન ભાડે મળવા પણ મુશ્કેલ છે." નગરસેવકે કલેક્ટર તંત્રને વિનંતી કરી છે કે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા માટે પૂરતો સમય આપવામાં આવે.

કલેક્ટરનું કડક વલણ

બીજી તરફ, રાજકોટ કલેક્ટરે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, તંત્રએ તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી છે. તેમણે કહ્યું કે, સ્થાનિકોને સાંભળવા માટે પૂરતો સમય અને તક આપવામાં આવી હતી. આ સરકારી જમીન છે અને તેના પરના દબાણો કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં." તંત્રના મતે આ છેલ્લી નોટિસ છે અને હવે ગમે ત્યારે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ Rajkot બસ ડેપોમાં એસ.ટી. ડ્રાઇવરની લાપરવાહીએ સુરક્ષાકર્મીને કચડ્યા, પહોંચી ગંભીર ઇજા


  • Follow us on: