મગફળીની આવક વચ્ચે તેલના ભાવમાં ફરીથી વધારો નોંધાયો છે. ખાસ કરીને લગ્ન-સિઝનની શરૂઆતમાં સિંગતેલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. છેલ્લા 15 દિવસમાં 15 કિલોના સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 210 નો ઉછાળો થયો છે. અગાઉ જે ભાવ રૂ. 2415 હતો, તે હવે રૂ. 2625 સુધી પહોંચી ગયો છે.
મગફળીના ભાવમાં પણ પ્રતિ મણ રૂ. 200 નો વધારો
એજ પ્રકારે, યાર્ડમાં મગફળીના ભાવમાં પણ પ્રતિ મણ રૂ. 200 નો વધારો નોંધાયો છે. ઓર્ગેનિક અને ઘાણી સિંગતેલનો ભાવ આજે રૂ. 3000 સુધી પહોંચી ગયો છે, જે બજારમાં દારૂણ અસર ફેલાવી રહ્યો છે.













