રાજકોટના રીબડા વિસ્તારના બહુચર્ચિત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આજે ગોંડલ સેશન્સ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસના બે મુખ્ય આરોપીઓ શબ્બીર સુલેમાન અને રાજદિપસિંહ જાડેજાને કોર્ટની નિયત તારીખ મુજબ આજે હાજર કરવામાં આવ્યા હતા.
અમિત ખૂંટ આત્મહત્યા કેસ
ખાસ કરીને, આરોપી રાજદિપસિંહ જાડેજાએ અગાઉ સુપ્રીમ કોર્ટમાંથી તેમની આગોતરા જામીન અરજી રદ થયા બાદ આત્મસમર્પણ કર્યું હતું, જેને પગલે તેમને આજે સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.










