સુરત શહેરમાં ફરી એકવાર તસ્કરોનો આતંક સામે આવ્યો છે, જ્યાં ચોર ટોળકીએ ફિલ્મી ઢબે ચોરીને અંજામ આપી પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઊભા કર્યા છે. ઘટના શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી ભાવના જ્વેલર્સ નામની દુકાનમાં બની હતી. તસ્કરોએ ચોરી કરવા માટે અનોખી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. તેમણે જ્વેલર્સની દુકાનની દીવાલમાં બાકોરું પાડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો હતો.
સુરત શહેરમાં તસ્કરોનો આતંક સામે આવ્યો
પ્રાથમિક અંદાજ મુજબ, જ્વેલર્સની દુકાનમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની આશંકા છે. આ ઘટનાએ સ્થાનિક જ્વેલર્સ અને વેપારીઓમાં ભયનો માહોલ પેદા કર્યો છે.










