સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક જાણીતા મોલમાં આજે એક મહિલા ગ્રાહક માટે ખરીદીનો અનુભવ ડરામણો સાબિત થયો હતો. મોલમાં કપડાં પસંદ કર્યા બાદ ટ્રાયલ લેવા ગયેલી મહિલા ચેન્જિંગ રૂમમાં ફસાઈ જતા મોલ મેનેજમેન્ટ અને ફાયર વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.
લોક જામ થઈ જતા સર્જાઈ મુશ્કેલી
ઘટનાની વિગત મુજબ, મોટા વરાછા વિસ્તારમાં રહેતી એક મહિલા મોલમાં ખરીદી અર્થે ગઈ હતી. કપડાંની ટ્રાયલ લેવા માટે તે ચેન્જિંગ રૂમમાં ગઈ અને અંદરથી દરવાજો બંધ કર્યો હતો. જોકે, જ્યારે તેણે બહાર આવવા પ્રયત્ન કર્યો ત્યારે દરવાજાનું લોક અચાનક જામ થઈ ગયું હતું. મહિલાએ લાંબો સમય સુધી દરવાજો ખોલવા પ્રયત્ન કર્યો અને મોલના સ્ટાફને પણ જાણ કરી, પરંતુ દરવાજો ખુલ્યો નહોતો. અંદર ગૂંગળામણ અનુભવાતા અને ડરના માર્યા મહિલાએ બૂમાબૂમ શરૂ કરી હતી.
