રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના દરજી સોસાયટી વિસ્તારમાં એક આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવાને પોતાના જ ઘરમાં પંખે કપડું બાંધી મોતને વહાલું કરતા પરિવારમાં ભારે આક્રંદ છવાયું છે.
અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું
ઘટનાની મળતી માહિતી અનુસાર, જેતપુરની દરજી સોસાયટીમાં રહેતા સુરેશ પરમાર નામના વ્યક્તિએ કોઈ અગમ્ય કારણોસર માનસિક તણાવમાં આવીને કે અન્ય કોઈ કારણસર ઘરે પંખા સાથે કપડું બાંધી ગળેફાંસો લગાવી લીધો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પરિવારજનો ઉમટી પડ્યા હતા, પરંતુ તે પૂર્વે જ યુવાનનું મોત નીપજ્યું હતું.
