રાજકોટમાં એક યુવતીને માર મારવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, જેના CCTV ફૂટેજ પણ જાહેર થયા છે. આ ઘટનામાં યુવતીના ધંધાકીય ભાગીદારે જ તેને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે. માર મારનાર ભાગીદારનું નામ મૌલિક નાદપરા છે. મૌલિક નાદપરાએ યુવતીને ધ સ્પાયર 2 બિલ્ડિંગમાં આવેલી પોતાની ઓફિસમાં જ માર માર્યો હતો.
લોન અને વિવાદ
પ્રાથમિક માહિતી અનુસાર, આ મારામારી પાછળનું કારણ ધંધાકીય વિવાદ છે, જેમાં યુવતીએ રૂ. 60 લાખની લોન લીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ મારામારીની ઘટના જૂન 2025માં બની હોવાનું બહાર આવ્યું છે. લાંબો સમય વીતી ગયા બાદ આખરે યુવતીએ હિંમત દાખવી અને 9 ડિસેમ્બરે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજ અને ફરિયાદના આધારે આરોપી મૌલિક નાદપરા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
