રાજકોટ શહેરમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) સતત પેટ્રોલિંગમાં છે. ત્યારે શહેરના પંચાયત ચોક વિસ્તારમાંથી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરી પોલીસે બે શખ્સોને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે દબોચી લીધા છે.

બે શખ્સોને ડ્રગ્સના જથ્થા સાથે દબોચી લીધા

SOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પંચાયત ચોક પાસે ડ્રગ્સની હેરાફેરી થવાની છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને તપાસ હાથ ધરતા શંકાસ્પદ હાલતમાં મળી આવેલા બે શખ્સોની તલાશી લીધી હતી. આ તલાશી દરમિયાન તેમની પાસેથી રૂ. 1.21 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.

રાજકોટ અને જૂનાગઢનું કનેક્શન

પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં રાજકોટનો મૌલિક જેઠવા અને જૂનાગઢનો લાલા જાડા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ અને જૂનાગઢના આ શખ્સો ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Surat: સરદાર સ્કૂલની દાદાગીરી સામે DEOની લાલ આંખ, વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસતા અટકાવતા ફટકાર્યો દંડ